GPSC Coaching Sahay Yojan 2023 : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાત સરકાર આપશે મોટી સહાય.

 

અમારા WhatsAPP ગ્રુપમા જોડાવા

અહી ક્લિક કરો

GPSC Coaching Sahay Yojana 2023 : સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગુજરાત સરકાર આપશે મોટી સહાય.

GPSC Coaching Sahay Yojana 2023

GPSC Coaching Sahay Yojana 2023 : સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ સારા  સમાચાર છે. કારણકે, પરિક્ષાની તૈયારીઓ માટે સરકાર તરફથી મોટી મદદ પુરી પાડવા માં આવે છે. જે અંતર્ગત કોને કોને એનો લાભ મળશે તે પણ નક્કી કરી લેવામાં આવ્યું છે. ખાસ કરીને GPSC વર્ગ 1/2ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ 20,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે.

GPSC Coaching Sahay Yojana 2023

યોજનાનું નામ

GPSC સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ સહાય 2023

વિભાગ

આદિજાતિ વિકાસ વિભાગ

રાજ્ય

ગુજરાત

કેટલી સહાય મળશે

20,000

કઇ સ્પર્ધાત્મક પરીક્ષા માટે

GPSC વર્ગ 1/2ની સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે

કોને મળવાપાત્ર છે

રાજ્યના આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓ

છેલ્લી તારીખ

17/08/2023

સત્તાવાર વેબસાઇટ

dsagsahay.gujarat.gov.in

કેટલી સહાય મળવાપાત્ર છે

આદિજાતિ યુવક-યુવતીઓ માટે ગુજરાત સરકારે શરૂ કરી નવી સહાય યોજના. આ યોજનાથી લાખો વિદ્યાર્થીઓને આપવામાં આવશે મોટી આર્થિક સહાય. રાજ્યના આદિજાતિ સ્નાતક યુવક-યુવતીઓ ગુજરાત જાહેર સેવા આયોગ– GPSC વર્ગ 1/2ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા પરીક્ષાના કોચિંગ-તાલીમ સહાય પેટે એકવાર પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂ.20,000 ની રકમ આપવામાં આવશે.

અરજી કયાં કરવી ?

આ કોચિંગ સહાયનો લાભ લેવા માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા. 17 ઓગષ્ટ 2023 સુધીમાં ડી-સેગના પોર્ટલ dsagsahay.gujarat.gov.in પર ઓનલાઇન અરજી-નોંધણી કરવાની રહેશે તેમ,આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, (ડી-સેગ) ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

અનુસૂચિત જનજાતિના સ્નાતકની તથા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગાંધીનગર (ડી-સેગ) દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ એજન્સી દ્વારા કાર્યરત સેન્ટરમાં કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર-ડી.બી.ટી. યોજના મારફતે વિદ્યાર્થી દીઠ એક વાર રૂ.20,000/- અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછું હોય તે રકમ સીધી ખાતામાં જમા કરાશે.

અરજી પત્રકમાં દર્શાવ્યા મુજબની સંપૂર્ણ વિગત ઓનલાઈન ભરવાની રહેશે તેમજ પોર્ટલ પર  પ્રમાણપત્રો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જરૂરી વિગતો સબમિટકર્યા બાદ અરજદારના મોબાઈલ ઉપર એમ.એમ.એસ દ્વારા રજીસ્ટ્રેશન નંબર જનરેટ થયા બાદ અરજી સબમિટ થયેલી ગણાશે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓના પ્રાયોજના કચેરી દ્વારા તથા આદિજાતિ જિલ્લાઓ સિવાયના જિલ્લાઓની અરજીઓ કચેરી દ્વારા નિયમ મુજબ મંજૂર-નામંજૂર કરવામાં આવશે.

GPSC Coaching Sahay 2023  માપદંડ : 

  • કોચિંગ સહાય મેળવવા ઇચ્છુક આદિજાતિના વિદ્યાર્થી જે તે સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિયત કરાયેલી ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
  • આદિજાતિ વિદ્યાર્થી જે જિલ્લામાં કોચિંગ મેળવવા ઇચ્છતો હશે તે જિલ્લાના લક્ષ્યાંક અન્વયે સ્નાતકક્ષાના મેરીટના ધોરણે વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવશે.
  • સહાય માટે વિદ્યાર્થીએ જી.પી.એસ.સી વર્ગ-1, વર્ગ-2ની સ્પર્ધાત્મક પરીક્ષા અને સ્પીપા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન અરજી કરેલ હોવી જોઇએ.
  • સહાય માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ. 5.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.

મહત્વની તારીખો :

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ   17/07/2023

ઓનલાઇન અરજી પૂર્ણ થવાની તારીખ  17/08/2023

Important Links :

અરજી કરવા જરૂરી સૂચનાઓ

Click Page

સત્તાવાર સૂચના

Click Page

ઓનલાઈન અરજી કરવા

Click Page

Home Page

Click Page

Post a Comment

0 Comments