Chiranjeevi Yojana In Gujarati |ચિરંજીવી યોજના હેઠળ મળવાપાત્ર લાભો વિશે તમામ માહિતી મેળવો.

 

Chiranjeevi Yojana In Gujarati |ચિરંજીવી યોજના હેઠળ મળવાપાત્ર લાભો વિશે તમામ માહિતી મેળવો.


                           

Short Briefing: Chiranjeevi Yojana ચિરંજીવી યોજના । ચિરંજીવી નો અર્થ | Chiranjeevi Yojana in Gujarati

સરકાર દ્વારા બાળકો અને મહિલા માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનામા મહિલા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, ૧૮૧ અભયમ’ – મહિલા હેલ્પલાઈન જેવી યોજનો ચલાવે છે. આ યોજનાઓ થકી બાળકો અને મહિલાઓનો સર્વાંગી વિકાસ સારો થાય. શું છે આ Chiranjeevi Yojana in Gujarati? તે કેવી રીતે બાળક અને માતાને મદદ કરે છે? આજના આ આર્ટિકલમાં Chiranjeevi Yojana વિષે આપણે વિગતવાર માહિતી મેળવીશું.

Chiranjeevi Yojana In Gujarati

રાજ્યમાં આરોગ્યની સુખાકારી આવે અને  માતા અને બાળ મૃત્યુ ધટાડવા માટે ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2006 થી ચિરંજીવી યોજના અમલમાં મુકેલ છે. માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ની આ યોજના છે. માતાની પ્રસુતિ સબંધી સમસ્યા નિવારી શકાય તે માટે ચિરંજીવીયોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે છે.


Highlight Point Of Chiranjeevi Yojana In Gujarati


યોજનાનું નામ

ચિરંજીવી યોજના

વિભાગનું નામ

 

આરોગ્ય, પરિવાર અને કલ્યાણ વિભાગ

પેટા વિભાગ/કચેરી નું નામ

સ્થાનિક આંગનવાડી કેન્દ્રનો સંર્પક સાધવો.

આર્ટિકલની ભાષા

ગુજરાતી અને અંગ્રેજી

લાભાર્થીની પાત્રતા

ગરીબી રેખા હેઠળની (બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની (એ.પી.એલ. કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ મળશે.

યોજના હેઠળ મળવાપાત્ર સહાય

લાભાર્થીઓને વિનામુલ્યે પ્રસુતિ તથા અન્ય લાભો મળશે.

કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?

પાત્રતા ધરાવતા તમામ લોકો લાભ લઈ શકે છે.

અરજી પ્રક્રિયા

Offline

Official Website

https://gujhealth.gujarat.gov.in/chirnajivi-yojana-gujarat.htm

Home Page

 Click Here


કોને મળવાપાત્ર છે?

ચિરંજીવી યોજના ગરીબી રેખા હેઠળની (બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની (એ.પી.એલ. કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે.

યોજના હેઠળ મળવાપાત્ર લાભો

ચિરંજીવી યોજના  પ્રસુતા બહેનો સરકાર ધ્વારા નકકી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઇપણ રકમ ચૂકવવાની હોતી નથી. એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ર્ડાકટર જ આપશે અને તે પણ વિનામૂલ્યે.  ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા ભાડા પેટે રૂ.ર૦૦ ર્ડાકટર ધ્વારા રોકડા આપવામાં આવશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ચિરંજીવી યોજના ક્યારથી અમલમાં છે?

જવાબ: ચિરંજીવી યોજના વર્ષ ૨૦૦૬ થી અમલમાં છે.

2. ચિરંજીવી યોજનાનો લાભ મેળવવા ક્યાં સંપર્ક કરવાનો રહેશે.?

જવાબ: સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવાનો રહેશે.

3. Chiranjeevi Yojana હેઠળ જે લાભાર્થી પાસે BPL કાર્ડ ન હોય તેમને લાભ મળી શકે છે?

જવાબ: હા,  જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટીકમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

4. Chiranjeevi Yojana હેઠળ લાભ ક્યાંથી મળશે?

જવાબ: જિલ્લામાં ચિરંજીવી યોજનામાં જોડાયેલ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબોને ત્યાં લાભ મળશે

5. Chiranjeevi Yojana હેઠળ શું પુરાવા રજૂ કરવાના રહેશે?

જવાબ: નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે. ૧. રેશનકાર્ડ ૨. બી.પી.એલ કાર્ડ ધારક ૩. સુવર્ણ જંયતિ કાર્ડ

 

Official Website

Click Here

WhatsApp Group

Click Here

Post a Comment

0 Comments